top of page
યોગ સેન્ટર
યોગાસન એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં શરીરનું સ્વાસ્થ્ય સુઘડ બને છે. શરીરમાં શક્તિ આવે છે. શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ સ્વસ્થતા અનુભવે છે. યોગમાં બાહ્ય કોઈ સાધન કે વસ્તુ ની જરૂર પડતી નથી. યોગના ઘણા ફાયદાઓ છે જેમ કે પેટની યોગ્ય સફાઈ, પાચનતંત્ર મજબૂત થવું, બુદ્ધિમતાની વૃદ્ધિ થવી, હૃદય અને ફેફસા મજબૂત થવા, મનની એકાગ્રતા પામી અને શરીર અને મનનું સંતુલન થવું. મોદી સરકારે 'યોગ' માટે વિશેષ જહેમત ઉઠાવી છે. આખા વિશ્વમાં યોગનું મહત્વ વધ્યુ છે. મંડળમાં યોગનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. 'યોગ રાખે નીરોગ' ને લક્ષમાં લઈ અહીં યોગ અભ્યાસ કરવામાં આવે છે. દરરોજ સવારના ૬ થી ૮ દરમિયાન મનીષા તેજસ જોષી અહીં યોગ સેન્ટર ચલાવે છે.

Image by Erik Brolin

Yoga

Image by Erik Brolin
1/2
bottom of page
