top of page
નેચરોપથી સેન્ટર
નેચરોપથી એટલે કે નિસર્ગોપચાર પદ્ધતિ એ રોગોને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિ છે. આજના સમયમાં જાત જાતના રોગો માટે મેડિકલની વિવિધ શાખાઓમાં પોતાની રીતે સારવાર આપવામાં આવે છે. એલોપથીની દવાઓ થી કંટાળેલા લોકો નેચરોપથી ઉપચારને કારણે આરામ અનુભવે છે. ઉપરોક્ત પદ્ધતિમાં દવા અથવા ટેબલેટની કોઈ જરૂર પડતી નથી. મંડળ તરફથી ચાલતા નેચરોપથી સેન્ટરમાં દર સોમવારે અને ગુરુવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ડૉ. દિનેશ કોટેચા દ્વારા સારવાર કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લે છે.

DSC_1972

DSC_1972
1/1
bottom of page
