top of page

બાળકો માટે નિ:શુલ્ક સંસ્કૃત વર્ગ

સંસ્કૃત ભાષા દેવોની ભાષા ગણાય છે અને કંપ્યુટર ફ્રેન્ડલી પણ છે. આજના બાળકો ભારત દેશના આવતીકાલના નાગરિકો છે. શોર્ટહેન્ડ સંસ્કૃત ભાષાની નીપજ છે. સંસ્કૃત ભાષા શીખવાથી ઉચ્ચારણ શુદ્ધ થાય છે, યાદશક્તિ તેજ થાય છે, વ્યક્તિની મનોબળશક્તિ વધે છે.

'વિશ્વ સંસ્કૃત દિવસ' પહેલી વખત ૧૯૬૯ માં ઉજવવામાં આવ્યો હતો. હિન્દુ કેલેન્ડર મુજબ સંસ્કૃત દિવસ શ્રાવણ પૂર્ણિમા ને દિવસે આવે છે.  અમેરિકન સંસ્થા નાસા કહે છે કે 'સંસ્કૃત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એક નવી દિશા આપશે.'

નાના બાળકો સંસ્કૃત ભાષાનુ જ્ઞાન મેળવી સંસ્કૃત ભાષામાં રસ લે તે માટે શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં શ્રી જલારામ મંદિરમાં નિ:શુલ્ક સંસ્કૃત વર્ગ શરુ કરવામાં આવ્યા છે. કવિતાબેન ઠક્કર દ્વારા ઉગતી પેઢીના બાળકોને દર શનિવારે સવારના ૧૦ થી ૧૧ શીખવાડવામાં આવે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page